Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

Share

ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત હઝરત પીર ખોજનદીશા બાવાની દરગાહ આવેલ છે જેમાં દરેક જ્ઞાતિના લોકો આસ્થા ધરાવે છે. આજે ગુરુવાર 14 સપ્ટેમ્બર 2023 ના રોજ ખોજનદીશા બાવાનો ઉર્ષ ઉજવાય રહ્યો છે ત્યારે ગઈકાલે 13 સપ્ટેમ્બર 2023 ની રાત્રે ઈશાની નમાઝ પછી કુરાન ખાની રાખી હતી જે પછી નબીપુર દાવળશા સ્ટ્રીટમાંથી તેમનો સંદલ નીકળ્યો હતો જે ગામના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે પહોંચ્યો હતો. જ્યા ઉપસ્થિત જનમેદની વચ્ચે નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ગુલામ રસુલ કારનટવી, શિનોરના ગાડી નશીંન સમસાદ બાવા, અમદાવાદ શાહ વજીહુદ્દીન આસ્થાના ગાદી નશીનો, ટંકારીઆના પાતરાવાળા બાવા અને આમંત્રિત સૈયદોના હસ્તે સંદલ ચડાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દરેક જ્ઞાતિના ભાવિકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સંદલની વિધિ પછી દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેફિલે શમાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. દરગાહ અને તેના પટાંગણમાં રંગબેરંગી લાઇટની રોશનીમાં ઝગમગી ઉઠયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આમોદ જંબુસર માર્ગ પર ગટર તૂટી જતા એક ઇટ ભરેલો આઇસર ટેમ્પો ફસાયો…

ProudOfGujarat

અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

પહેલીવાર એક સાથે 8 રાજ્યપાલ બદલાયા : ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના સહિત થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!