ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિ કરવા જઈ રહ્યાં છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે સોફ્ટ ટેનિસ એસોસિએશન દ્વારા સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી આશરે 24 બહેનો અને 27 ભાઈઓ આવેલ હતા. 18 મી નેશનલ જુનિયર સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં હેમ પરેશ મહેતાએ પોતાનું સ્થાન રાષ્ટ્રીય ટીમ માટે પ્રાપ્ત કર્યું હતું, જયારે બહેનોમાં પ્રથમ વખત ભરૂચની બે ખેલાડીઓ જીવિકા તુષાર શાહ અને ખૂબી જતીન જૈન એ પોતાનું સ્થાન રાષ્ટ્રીય કક્ષા એ જનાર ટીમમાં પ્રાપ્ત કર્યું હતું.
આ ખેલાડીઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 18 મી જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધા આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે આવતા મહિને રમવા જનાર છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરા સાહેબ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપી હતી.