આજે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું…
શ્રાધના દિવસોમાં ભરૂચ જીલ્લામાં તાપમાનમાં એક ધારો વાધારો થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળા સમાન તાપમન વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાત્રીના સમયે પણ તાપમનમાં નોંધપાત્ર ઘટાડો ન થતા રાત્રીના સમયે પણ ઠંડક વર્તાતી નથી ઘણા એમ કહી રહ્યા છે કે ભરૂચ જીલ્લામાં પર્યાવરણ અને પ્રદુષણની માત્રા માં વધારો થતા આવી પરસ્થિતીનું સર્જન થયું છે. જોકે હવામાનખાતા ના સુત્રો ના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમા પણ તાપમાન હજી વધે તેવી સંભાવના છે.
Advertisement