જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ ખાતે નિપૂણ ભારત અભિયાન વાર્તા સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧-૨ માં અને ધોરણ ૩ થી ૫ માં વાર્તા કથન સ્પર્ધા તેમજ ધોરણ ૬ થી ૮ માં વાર્તા નિર્માણ લેખન સ્પર્ધા આમ કુલ ત્રણ વિભાગમાં ભરૂચ જીલ્લાના ૯ તાલુકાના ૨૭ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. જેમાં ધોરણ ૧-૨ માં વાર્તા કથન સ્પર્ધામાં અંક્લેશ્વર તાલુકાની સુરવાડી પ્રા. શાળાની વિદ્યાર્થીની પટેલ સ્વરા હિતેશભાઈએ પ્રથમ, ભરૂચ તાલુકાની નબીપુર કન્યા શાળાની વિદ્યાર્થીની મોલા તસનીમ ઇકરામભાઈ એ દ્વિતિય, હાંસોટ પ્રા. શાળા રાયમાની વિદ્યાર્થીની વસાવા અપેક્ષા કુમારી દિનેશભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જયારે ધોરણ ૩ થી ૫ માં વાર્તા કથન સ્પર્ધામાં અંક્લેશ્વર તાલુકાની પ્રા. શાળા માંડવા કન્યાની વિદ્યાર્થીની પટેલ કાવ્યા. ડી. એ પ્રથમ, ભરૂચ તાલુકાની નવા મકતમપુર શાળાની વિદ્યાર્થીની ડામોર તમન્ના હરેશભાઈએ દ્વિતિય, જંબુસર તાલુકાના કોટેશ્વેર પ્રા. શાળાની વિદ્યાર્થીની ઈવા ધર્મેશકુમાર પટેલએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જયારે ધોરણ ૬ થી ૮ માં વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે હાંસોટ તાલુકાની પ્રા. શાળા આમોદનો વિદ્યાર્થી મો. અયાન મો. આરીફ શેખ, દ્વિતિય ક્રમે વાલિયા તાલુકાની વાગલખોડ શાળાની વિદ્યાર્થીની વસાવા અર્ચનાબેન જે. અને તૃતીય ક્રમે વાગરા તાલુકાની ભેંસલી પ્રા. શાળાની વિદ્યાર્થીની કુમાવત રામગણી શ્યામલાલ વિજેતા રહ્યા હતા. ડાયેટ પ્રાચાર્યા રેખાબેન સેન્જલીયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો. પ્રીતીબેન સંઘવી અને ડાયટના પ્રશિક્ષણાર્થીઓ રજવાડી જેસ્મીન, પટેલ વિધિ, પટેલ બુશરા, ભોઈ પ્રગતિ, પટેલ સાઈમા અને પટેલ શિવાની દ્વારા કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. વાર્તા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે બાળ વાર્તાકાર દર્શનાબેન વ્યાસ, જૈમીનીબેન વ્યાસ, બ્રીજ પાઠક, ધ્રુવ જોશી અને ડાયેટના પ્રીતીબેન સંઘવી, જતીન મોદી, ડી.એસ.ભાભોર, સી.આઈ.વસાવા તથા હેમલતાબેને ભૂમિકા અદા કરી વાર્તા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.
જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું
Advertisement