ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત પોલીસ મથક સામે આવેલા ફ્લાય ઓવરબ્રિજ નીચે નવનિર્મિત ટ્રાફિક પોલીસ ચોકી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે ટ્રાફિક પોલીસ ચોકી ખુલ્લી મુકવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ રીબીન કાપી ટ્રાફિક પોલીસ ચોકી ખુલ્લી મૂકી હતી.ભરૂચ જિલ્લામાં જાણીતું પાલેજ નગર હાઇવેને જોડતું વેપારી તેમજ ઔદ્યોગિક વસાહતો ધરાવતું મથક હોવાથી અહીં દિનપ્રતિદિન ટ્રાફિકને લગતું ભારણ વધતું જાય છે.
પાલેજ ખાતે ટ્રાફિકને લગતાં કેસોનું ભારણ વધી જતાં અહીં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અલગ રીતે ચોકીમાં ટ્રાફિક પોલીસ પોતાનો કાર્યભાર સાંભળી લીધો હતો. જેથી પોલીસ મથકમાં અન્ય કામગીરીમાં પડતી અગવડ દૂર થવાં પામી છે. પોલીસ મથકે સત્યનારાયણની કથાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ ખાતે ટ્રાફિક પોલીસ ચોકી પોલીસ ઇન્સ્પેકટરના હસ્તે ખુલ્લી મુકાઇ.
Advertisement