૨ જી ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ દેશ માં એક એવા મહા પુરુષે જન્મ લીધો કે જેઓના જન્મ બાદ અંગ્રેજો ની વાટ લાગી ગઇ હતી.આજ રોજ ગાંધી જયંતિ ના દિન નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી..જેમાં શહેર ના શક્તિનાથ નજીક આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી…
રાજ્ય ના કૃષિ મંત્રી આર.સી ફળદુ ની ઉપસ્થીતી માં ગાંધીજી ની પ્રતિમાને ફુલહાર .પ્રાથના સભા.સફાઈ ઝૂંબેશ અને સાયકલ રેલી ને પ્રસ્થાન કરાવી હતી..જેમાં ભરૂચ ના સાંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવા.ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ.સામાજીક આગેવાન ધનજી ભાઈ પરમાર.નરેશ ભાઈ ઠક્કર. સહિત શહેર ના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજાયા હતા..તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ મહાત્મા ગાંધી ની તસ્વીર ને ફુલહાર કરી કોંગી હોદ્દેદારો અને કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી..સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી ની તસ્વીર ને પણ ફુલહાર કર્યા હતા.. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગાંધી જયંતિ નિમિત્તે સિવિલ આર.એમ ઓ તેમજ ડોકટર અને સ્ટાફ ની ઉપસ્થિતિ માં સિવિલ કંપાઉન્ડ માં વૃક્ષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી..આમ ભરૂચ શહેર અને જિલ્લામાં ૨ જી ઓકટોબર એટલેકે ગાંધી જન્મ જયંતીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી……