આવતા વર્ષે 2024 લોકસભા ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ચૂંટણીના જંગના મેદાનમાં વિવિધ પાર્ટીઓ પોતાનો પક્ષ કઈ રીતે મજબૂત બને અને ચૂંટણીમાં લોકો વચ્ચે ક્યા ક્યા મુદ્દાઓ લઈ જવાય તે બાબતની રણનીતિઓમાં અત્યારથી જ રાજકીય પાર્ટીના કાર્યાલયો ધમધમી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પણ સતત મિટિંગોનો દોર શરૂ થઈ ચુક્યો છે.
આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે AICC ના સૈકેટરી અને દક્ષિણ ગુજરાત ઝોનના સહ પ્રભારી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચમાં પહેલીવાર આવી ઘણી ખુશી છે, અહેમદભાઈની જન્મ ભૂમિ ભરૂચ જિલ્લાની સીટ આવનાર લોકસભા ચૂંટણીમાં અમે જીતી શું તેવી આશાઓ તેઓએ વ્યક્ત કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે દેશના હાલ મણિપુર હોય કે ચાઈના નેપાળ બોર્ડર હોય ગુજરાતમાં પણ દરેક વર્ગ પરેશાન છે, એજ્યુકેશન, હેલ્થ સહિતની બાબતે લોકો પરેશાન છે જેથી આગામી સમયના 100% કોંગ્રેસ જીતશે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તેવું તેઓએ જણાવ્યું હતું, સાથે સાથે જણાવ્યું હતું કે ભૂતકાળમાં થયેલ સંગઠનની કમીઓ સુધારીને આગળ વધી શું અને આગળ જીત મેળવીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.