Proud of Gujarat
FeaturedGENERAL NEWSGujaratINDIA

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

વાગરા તાલુકાના વિંછીયાદ ગામમાં દુધડેરી પાસે દૂધ સારી ગુણવત્તાનું લાવવાનું કહેતા માથાકૂટ સર્જાતા 4 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. વાગરા પોલીસ માંથી મળતી વિગતો મુજબ વિંછીયાદ ગામમાં આવેલ દૂધ ડેરીમાં ડેરીના સભ્ય ઘનશ્યામસિંહ કિરીટ સિંહ યાદવ દૂધ ડેરી ખાતે હાજર હતા. તે દરમિયાન ઉસ્માન ઉમરજી પટેલ દૂધ ભરવા આવતા તેમને સારી ગુણવત્તાનું દૂધ લાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ઢિકા પાટુંનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન ઉમરજી ઇસ્માઇલ પટેલ, સિકંદર ઉમરજી પટેલ તથા મહેબૂબ ઇસ્માઇલ પટેલનાંઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર તાલુકા પંચાયત ભવનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

સાણંદ દાદા ગ્રામ આશ્રમ શાળા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો બાલ વર્ગ યોજાયો…

ProudOfGujarat

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર ફુલબજારમાં તેજી હોવાથી ગુલાબના ભાવમાં ઝડપી વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!