Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ. ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આગામી ગણેશ ઉત્સવ તેમજ ઇદે મીલાદ પર્વ સોહાર્દભર્યા વાતવરણમાં ઉજવવવા અપીલ કરી હતી. આયોજિત બેઠકમાં ઇદે મિલાદ કમિટીના આયોજકો, ગણપતિ આયોજકો સહિત ગામના સરપંચ તથા આગેવાનોને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમા ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. ઇદે મિલાદ પર્વ અને ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરવામાં આવી હતી. સરકારના જાહેરનામાનું પાલન કરવા વિશેષ અનુરોધ કરવામા આવ્યો હતો. આયોજિત બેઠકમાં આશરે ૭૦ થી ૭૫ જેટલા આગેવાનો તથા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં ગટરોની યોગ્ય સાફસફાઇ ન થતાં દાંડિયાબજાર ધોળીકુઇ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!