આજરોજ નેત્રંગ ખાતે EMRI green health sarvice પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય મોબાઈલ મેડીકલ યુનિટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવમાં આવી. નેત્રંગનાં 47 ગામડાંમાં રૂટ પ્રમાણે જઈને આરોગ્યની સેવા આપે છે. જેમાં ડોકટર, પાયલોટ, લેબ ટેકનીશ્યન, ફાર્મસીસ્ટ, પેરામેડિકલ સ્ટાફ હોય છે. ઓ.પી.ડી., મેડીકલ ટેસ્ટ, એચ.બી.ટેસ્ટ, માઇક્રોસ્કોપ, પ્રાથમિક સારવાર, લેબનાં ટેસ્ટ, સુગર, યુરીન રૂટિનનાં ટેસ્ટ, જેવા ટેસ્ટ કરવામાં આવે છે.
આ શુભ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, જીલ્લા બાળ વિકાસના ચેરમેન વર્ષાબેન દેશમુખ, જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, માંજી મહામંત્રી પરેશભાઈ ભાટીયા, યુવા મોરચાના મહામંત્રી પાર્થ ભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત સભ્ય નિતેશભાઈ પરમાર, સુરેશભાઈ વસાવા, જિલ્લા લીગલ સેલ સભ્ય સ્નેહલભાઈ પટેલ, પ્રદીપભાઈ વસાવા તથા હેલ્થ કચેરીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગ ખાતે મોબાઈલ મેડિકલ યુનિટ એમ્બ્યુલન્સ શરૂ કરાઇ
Advertisement