ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલા બેન દૂધવાળા વિરુધ્ધ ગ્રામ પંચાયતના વિપક્ષના છ સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વિપક્ષના છ સદસ્યો દ્વારા વરેડિયા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી કરણસિંહ ચાવડાને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. ત્યારબાદ છ સદસ્યો દ્વારા ભરૂચ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી સંબધિતનેં અવિશ્વાસની દરખાસ્તની કોપી આપી હતી.
ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ભરત વસાવાએ મીડિયા સમક્ષ વિકાસના કામોમાં પ્રશ્ન સર્જાતા હોવાના આક્ષેપ કર્યા હતા. વિકાસના કામોની અમોને મંજૂરી ન આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. વિકાસના કામોની રજુઆત કરતા હતા ત્યારે સરપંચ દ્વારા વિકાસના કામો માટે પુરતું ફંડ ન હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ગ્રામ પંચાયતમાં બિનજરૂરી માણસો બેસી રહેતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ગામમાં વાદ વિવાદ થતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત બાબતે તાલુકા વિકાસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ