ભરૂચ નગરપાલિકા અવારનવાર કોઈકને કોઈક બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે, તાજેતરમાં જ પાલિકાના કામોના બાકી બિલ મામલે કોન્ટ્રાકટરો દ્વારા પાલિકા સામે મોરચો માંડ્યો હતો, વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરી પાલિકા પાસે વળતરની અપેક્ષા રાખનારા કોન્ટ્રાકટરોની હાલત ભરૂચ નગર પાલિકાના વહીવટ કર્તાઓની રમતમાં દયનિય બની છે.
પાલિકાના પ.વ.ડી વિભાગ અને અધિકારીઓએ જાણે કે કોન્ટ્રાકટરોને નાણાં ચુકવણીમાં ઢીલાસ દાખવી શહેરના વિકાસના કામોને પણ ધીમા કરી મુક્યા છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનને પણ નાણાંની ચુકવણીમાં ઢીલાસ થતી હોય તેઓએ કોન્ટ્રાકટરોના કામનો રિપોર્ટ નથી કરતા જે બાદ કોન્ટ્રાકટરો પણ નાણાંના અભાવે પાલિકામાંથી આવતા અન્ય કામોમાં મંડ ગતિએ કામગીરી કરે છે અને સરવારે શહેરના વિકાસના કામો ધીમી ગતિએ થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આમ આખે આખા પાલિકાના અણધડ વહીવટના કારણે જ્યાં એક તરફ કોન્ટ્રાકટરો નાણાં મેળવવા માટે ફૂટબોલ જેવી સ્થિતિમાં મુકાયા છે તો બીજી તરફ અધિકારીઓની ઢીલાસ ભરૂચ શહેરના વિકાસની ગતિ ઉપર બ્રેક લગાવવા સમાન બની હોવાનું કહેવાય રહ્યું છે.