ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વને લઇ સવારથી જ પાંચ દેવી મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શોભાયાત્રા, સત્યનારાયણ કથા, મહા આરતી, કેક કટીંગ, રાસ ગરબા સહિત ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો તથા તવરા ગામના ગ્રામજનો અને આસપાસ સોસાયટીના રહીશો જોડાયા હતા.
તવરા પાંચ દેવી મંદિરે રાત્રે બારના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલવામા આવ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદથી મંદિર પરિસર જુમી ઉઠ્યું હતું તથા મંદિર પરિસરમાં આવેલા તમામ લોકોએ એકબીજાને કેક ખવડાવી મોઢું મીઠું કરી લોકો આનંદમાં ગરબે જુમ્યા હતા.
Advertisement