Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

Share

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા હટકંડા અપનાવતા હોય છે, કેટલાય બુટલેગરો પોતાના નશાના વેપલાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે તો કેટલાય બુટલેગરોની કરતુતો તેઓને જેલના સળીયા ગણતા કરી મૂકે છે, તેવામાં ભરૂચ રેલ્વે પોલીસ ને દારૂ હેરા ફેરીના નેટવર્કને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 

ભરૂચ રેલવે પોલીસના કર્મીઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 4 ની બાજુમાં આવેલ રીક્ષા પાર્કિંગમાંથી બે ઈસમો તેમજ એક મહિલાને ઝડપી પાડી તેઓની તલાસી લેતા તેઓ પાસે રહેલ બેગ માંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની બોટલો મળી આવી હતી. 

Advertisement

રેલવે પોલીસે મામલે (1) રાજુ કૈલાશ શુક્લા રહે, સિધ્ધી વિનાયક સોસાયટી અંકલેશ્વર (2) સવિતા દેવી મેદની દિપકલાલ રાય રહે, સ્ટાર લેક સીટી વીલા જીતાલી અંકલેશ્વર તેમજ (3) વરુણ કુમાર મોટી લાલ શાહ રહે, મીરા નગર અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નૉ જથ્થો સહિત કુલ 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 


Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના બમલ્લા ગામની સીમમાંથી એક યુવકની ફાંસી ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!