ભરૂચ શહેરમાં હાલ ઘોઘા રાવ મંદિરનો મેળો ભરાયેલ હોય જેના અનુંસંધાને શહેરના સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના વિસ્તારમાં કોઈ અનિછનીય બનાવ ન બને માટે પોલીસ વિભાગે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જે દરમ્યાન ભરૂચના રોટરી ક્લબના પાછળના ભાગે બે જેટલાં ઈસમો પાસે હથિયાર હોવાની બાતમી પોલીસના કર્મીઓને મળી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ બાતમીના આધારે સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબની પાછળના ભાગે કેબીન પાસે વોચ ગોઠવી હતી તેમજ એક્ટિવા ગાડી નંબર GJ 16 CP 6818 ઉપર બેસેલ બે જેટલાં ઈસમોને કોર્ડન કરી તેઓની તલાસી લેતા એક્ટિવાની ડિક્કીમાંથી દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતો કાર્ટિઝ મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ મામલે સ્થળ ઉપરથી (1) વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઈ પરમાર રહે, વણકરવાસ, કસક, ભરૂચ તેમજ (2) મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ રહે,રાવળીયો ટેકરો, ધોળીકુઇ, ભરૂચ નાની ધરપકડ કરી તેઓને હથિયાર બાબતે પૂછતાં આ પિસ્ટલ હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશાહ દીવાન રહે, મારવાડી ટેકરો, રોટરી ક્લબ પાછળ ભરૂચ નાની હોવાનું જણાવ્યું હતું તેમજ તેણે આ પિસ્ટલ સાચવવા માટે રાખવા કહ્યું હોવાની કબૂલાત કરી હતી.
જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ એ મામલે બંને ઈસમોની ધરપકડ કરી મામલે હન્નુ દીવાનને વોન્ટેડ જાહેર કરી દેશી બનાવટની પિસ્ટલ નંગ 1 તેમજ જીવતો કાર્ટિઝ 1 અને એક્ટિવા સહિત મોબાઈલ મળી કુલ 87,200 નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.