જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનાં જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિન ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરાયો હતો.
સ્વાગત પ્રવચન કરતાં જેએસએસનાં નિયામક અને રોટરી ક્લબ ઓફ વાગરાનાં પ્રમુખ ઝ્યનુલ આબેદીન સૈયદ દ્વારા “મેરા ટીચર મેરા હીરો” થીમ ઉપર શિક્ષક દિનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણાં દેશમાં વર્ષ ૧૯૬૪ થી દર વર્ષની ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જુદાજુદા શૈક્ષણિક ક્ષેત્રોમાં કાર્યરત ગુરુઓનાં સન્માનનો કાર્યકમ યોજાતો હોય છે તેમજ સરકારશ્રી તરફથી પણ રાષ્ટ્રીય રાજય તેમજ જિલ્લા કક્ષાએ શિક્ષકોનું સન્માન થાય છે. હાલની સરકારમાં મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં માર્ગદર્શનમાં કૌશલ્ય ક્ષેત્રે તાલીમ આપી કૌશલ્ય પ્રદાન કરનાર તજજ્ઞોનું પણ ગુરૂ તરીકે સન્માન કરવાની શરૂઆત કરેલ છે જે કૌશલ્ય ક્ષેત્રનાં પ્રશિક્ષકો માટે ખૂબજ ગૌરવની વાત છે. જે.એસ.એસ ભરૂચ દ્વારા પણ કૌશલ્ય ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં કામગીરી કરતાં કૌશલ્ય આચાર્યોને સંન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજે ચાર પ્રશિકોને સન્માનીત કરાઈ રહ્યા છે. તેમ જણાવ્યું હતું
પ્રાસંગિક પ્રવચન કરતાં કે.કે.રોહિત દ્વારા બહેનોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ સન્માનીત પ્રશિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મહિલાઓનાં સ્વાસ્થ્ય અંતર્ગત આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી જાહન્વીબેન દર્શન દ્વારા બહેનોને સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માહિતી સાથે સમજ આપવામાં આવી હતી.
જે.એસ.એસ.નાં એક્ઝ્ક્યુટિવ કમિટી ચેરમેન પ્રિતિબેન દાણી તેમજ ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કૌશલ્યાચાર્ય ૧. ઊર્મિલાબેન પઢિયાર ૨. નિમિશાબેન વસાવા ૩. સારિકાબેન ક્રિશયન ૪. ધર્મીષ્ઠાબેન વસાવાને એવોર્ડ અર્પણ કરાયા હતા તેમજ વરિષ્ઠ શિક્ષણકારો ઈન્દીરાબેન રાજ તથા કે.કે.રોહિતનું જે.એસ.એસ. તથા રોટરી વાગરા દ્વારા શાલ ઓઢાઢીને સન્માન કરાયું હતું.
કાર્યક્રમનાં અંતે ફિલ્ડ એન્ડ લાઈવલી હૂડ કો ઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌએ સાથે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. સમગ્રકાર્યક્રમનુ સફળ સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું.