Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના ઝરણા – કાંટીપાડા રોડ પર બાઇક પર દારૂનો જથ્થો લઇ જતો એક ઈસમ ઝડપાયો.

Share

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર,આર,ગોહિલે પોલીસ સ્ટેશન વિસ્તારમા જુગાર/ પ્રોહીબીશન અંગેની વોચ રાખવા માટે આપેલ સુચનાને લઈને સ્ટાફ રાત્રિના નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમા પેટ્રોલીગમા હતો. તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદારથી મળેલ બાતમી મુજબ ઝરણા કાંટીપાડા રોડ પર એક મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઇ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ઝરણા ગામના  સ્મશાન પાસે રોડ પર વોચ ગોઠવી હતી. સામેથી એક મોટરસાયકલ દેખાતા તેને બેટરીના પ્રકાશ મારી ઉભો રહેવા જણાવતા પોલીસના માણસોને જોઇ જતા મોટરસાયકલ રોડ સાઇડ પર મુકી અંધારાનો લાભ લઇ બન્ને ખેપિયા ભાગવા જતા એકનો પોલીસે પીછો કરતા ઝડપાઇ જવા પામ્યો હતો. મોટરસાયકલ નજીક જઈને જોતા તેનો નંબર જીજે ૧૬ ડીએલ ૨૧૧૬ હોય, કોથળામા તપાસ કરતા વિદેશી દારૂની ૧૮૦ એમ.એલની કુલ ૨૨૦ બોટલ જેની કિંમત રૂપિયા ૨૨૦૦૦/- મોટરસાયકલની કિંમત રૂપિયા ૩૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૭૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ ખેપિયો (૧) વિશાલ શૈલેષભાઇ  વસાવા રહે, ભગત ફળીયુ કાંટીપાડા તા,નેત્રંગ. જી, ભરૂચ. જ્યારે બીજો ખેપિયો પોલીસને ચકમો આપી ફરાર થયેલ જેનુ નામ વિશાલ રહે કોસ્યાકોલા નેત્રંગ તા નેત્રંગ જી ભરૂચ. વિદેશી દારૂ આપનાર સચિન વસાવા રહે ગાલીબા તા.નેત્રંગ જી ભરૂચ. જ્યારે માલ લેનાર સંજય વસાવા (૨) ઉમેશ છના વસાવા બંન્ને રહે રાજપરા તા,વાલીયા જી.ભરૂચને ઝડપી પાડવા માટે નેત્રંગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડયા

ProudOfGujarat

ડેડીયાપાડામા ટ્રાફિકને અડચણરૂપ બનેલા ૧૧૦ દબાણો ઉપર તંત્રએ ફેરવ્યું બુલડોઝર.

ProudOfGujarat

અમદાવાદ HL કોલેજ રેગિંગ કેસઃ પીડિત ગોપાલની ફરિયાદ બાદ 3 સ્ટુડન્ટ સસ્પેન્ડ કરાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!