Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરાઇ

Share

પ્રાપ્ત માહિત મુજબ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્રિતીય રાષ્ટ્રપતિ પદની ભુમિકા ભજવેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ એક દિવસ માટે શાળામાં શિક્ષક તરીકેની ભુમિકા ભજવી વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે. નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અનો પો.કર્મીઓએ એમ.એમ ભક્ત હાઇસ્કુલ અને જીએસએલ પબ્લીક સ્કુલની મુલાકાત કરી આચાર્ય-શિક્ષકોને ફુલહાર અર્પણ કરીને સન્માનિત કયૉ હતા ત્યારે પીએસઆઇ આર.આર ગોહિલ જણાવ્યું હતું કે, વિધાર્થીકાળમાં હું ગ્રામીણક્ષેત્રની શાળામાં અભ્યાસ કયૉ હતો. માતા-પિતા બાદ મનુષ્યના જીવનઘડતરમાં ગુરૂનું સહવિશેષ મહત્વ હોય છે. જે દરમ્યાન ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસાવા, સુપરવાઇઝર પી.વી ગોહિવ અને શિક્ષકો-વિધાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદામા વરસાદના બીજા રાઉન્ડમાં કેળાના પાકને સૌથી વધુ નુકશાન:ખેડૂતોનો કેળાનો પાક જમીનદોસ્ત થયો.

ProudOfGujarat

કરજણ તાલુકાના બામણગામ ખાતે સર્વરોગ ચિકિત્સા નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભારતભ્રમણ નીકળેલા દિવ્યાંગ યુવાન આર,થંગરાજા ગોધરાના મહેમાન બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!