ભરૂચ તાલુકાના કંબોલી ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પાંચમી સપ્ટેમ્બર એ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમનો પ્રારંભ તિલાવાતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટી મંડળના પ્રમુખ, સદસ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની છાત્રાએ શિક્ષક દિન નિમિત્તે પોતાના અનુભવ રજુ કર્યો હતો. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષક બાળકનો ઘડવૈયો છે એમ જણાવ્યું હતું. શિક્ષકને માતા પિતા સમાન ગણાવ્યા હતા. શિક્ષક અન્યને બીજાની મંજીલ સુધી પહોંચાડે છે એમ જણાવ્યું હતું.
ત્યારબાદ શાળાના છાત્રએ જણાવ્યું હતું કે શિક્ષક એ બાળકનો ઘડવૈયો છે. શિક્ષક વિશે સુંદર પંક્તિ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ એક છાત્રાએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ શિક્ષકો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષક દિન છાત્રો માટે મહત્વનો હોવાનું જણાવ્યું હતું. શિક્ષકો આપણા જીવનનો અમૂલ્ય ભાગ હોવાનું જણાવ્યું હતુ. આગળ વધવા માટે શિક્ષકો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ શાળાના આચાર્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાંચમી સપ્ટેમ્બર સમગ્ર વિદ્યાર્થી આલમ માટે ખુશીનો દિવસ છે. શાળાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના અધ્યક્ષ તેમજ સેક્રટરીને પણ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ શાળામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં શાળાના અધ્યક્ષ સઈદ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શાળાના છાત્રોનો સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આપણે શિક્ષકની કદર કરતા નથી. માતા પિતા પછી શિક્ષકનો દરજ્જો ખૂબ ઉંચો છે. એમ જણાવ્યું હતું. શિક્ષક એ બાળકોના ભવિષ્યનો ઘડવૈયો છે. વર્ષો સુધી જેની પાસેથી આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ તેઓની કદર કેમ ન કરીએ ? શાળા પરિવારનો આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં જોઇન્ટ સેક્રેટરી ગુલામ સાહેબે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.