Proud of Gujarat
Uncategorized

ભરૂચના દહેજ ગામ ખાતે કાવડયાત્રાનું આયોજન કરાયું

Share

શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ગામ ખાતે ગામને સુખ સમૃદ્ધિ અને શાંતિ તેમજ ગામ લોકોની આધ્યાત્મિક પ્રગતિ થાય તે માટે ગામના આગેવાનો દ્વારા આજરોજ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
દહેજ ગામ પંચાયત પાસે આવેલ પંચવટી આશ્રમથી સવારે પૂજા અર્ચન કરી પ્રસ્થાન કર્યું હતું.

કાવડયાત્રામાં ગામના સામાજિક આગેવાનો ભાઈઓ બહેનો અને મહિલા ભજન મંડળ સહિત ગામના નવયુવાનો કાવડયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા પંચવટી આશ્રમથી નીકળેલ કાવડ યાત્રાએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર માર્ગ પર કાવડયાત્રા સાથે જોડાયેલ શિવભક્તોએ ભજન કીર્તન સાથે ભોલેનાથના જયકરાથી ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દહેજ ગામ ખાતે સૌ પ્રથમવાર કાવડયાત્રા નીકળતા શિવભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. પંચવટી આશ્રમથી નીકળેલી કાવડયાત્રા દરિયા કિનારે આવેલ ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં શિવજીને જળાભિષેક કરી પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આવનાર સમયમાં દર વર્ષે ગામના આગેવાનો આ રીતે કાવડયાત્રાનું આયોજન કરતા રહેશે અને શિવજીના આશીર્વાદ મેળવતા રહેશે.

Advertisement

Share

Related posts

ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણાંકીય વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે

ProudOfGujarat

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

ProudOfGujarat

નાંદોદ નાવરાના યુવાનનો ચેક બાઉન્સ જતા રાજપીપલા કોર્ટે 1 વર્ષની કેદનો હુકમ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!