આજરોજ નાગ પંચમી હોય આજે નાગ પંચમીના દિવસે બપોરના સુમારે ગણેશ ટાઉનશીપ સી 32 નંબરના બ્લોકમાં સાપ દેખાવાનો કોલ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટને આવતા તાત્કાલિક સ્થળ પર હિરેન શાહ તથા તેમની ટીમ દોડી ગઈ હતી. ગણેશ ટાઉનશિપમાં અહીંના રહેવાસીઓને નાગ પંચમીના દિવસે સાક્ષાત નાગદેવતાના દર્શન થયા હતા. હિરેન શાહ તથા તેમની ટીમે આ વિસ્તારમાંથી કોબ્રા સાપને હાથો હાથ પકડી સહી સલામત રીતે બચાવ કરી તેને સ્વચ્છ વાતાવરણમાં અહીંથી અન્યત્ર જગ્યાએ છોડવામાં આવ્યો હતો.
આ વિસ્તારના રહેવાસીઓ જણાવે છે કે આજે નાગ પંચમી હોય આજના દિવસે અમોને નાગદેવતાએ દર્શન આપતા અમો નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ પરંતુ કોઈ પણ પ્રકારની નાગદેવતાને કે રહેવાસીઓને અગવડતા ન ઉદભવે કે કોઈ જાનહાની ન થાય તે માટે નેચર પ્રોટેકશનને જાણ કરતા તેમના દ્વારા અમોને સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવ્યો છે.
ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું
Advertisement