ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડાના આતંકના કારણે બાળકે જીવ ગુમાવવા જેવી બાબત સામે આવી છે.
નેત્રંગ તાલુકાના વણખુંટા ગામ ખાતે નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્રભાઈ વસાવા નાઓ ગત સાંજના સમયે વણખુંટા ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હ્તો, તે જ દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયાને ખેંચીને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટને જાણ કરી બાળકની શોધખોળ હાથ ધરી હતી જે બાદ જંગલ વિસ્તારમાંથી મૃત હાલતમાં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.