Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર પાસે વાવલી માર્ગ પર આવેલ સોફા બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે, જિલ્લામાં ખાસ કરી ઔધોગિક એક્મોમાં છાશવારે આગ ભભુકી ઉઠતી હોય છે, તેવામાં વધુ એક અગ્નિ તાંડવની ઘટના જંબુસર પંથકમાંથી સામે આવી છે.

જંબુસર તાલુકાના અણખી ચોકડીથી વાવલી જવાનાં માર્ગ ઉપર આવેલ રીએક્ટિવ પોલીમર્સ નામની સોફા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, જોત જોતામાં ધુમાડાના ગોટે ગોટા સાથે આગની જવાળાઓએ જોર પકડ્યું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ લાયબંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ આગની જવાળાઓ ઉપર પણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી, હાલ આ આગ ક્યાં કારણસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી ન હતી, જોકે આગની ઘટનામાં કંપનીમાં મોટી નુકશાની થઈ હોવાની ભીટી સેવાઈ રહી છે.


Share

Related posts

નેત્રંગમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

पानी फाउंडेशन का एक्शन पोस्टर लगाने के लिए आमिर खान पहुंचे पुणे के कॉलेज!

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!