ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, જિલ્લામાં ખાસ કરી ઔધોગિક એકમો, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવ્યા હતા જે બાદ આજરોજ વધુ એક આગની ઘટના પૂર્વ ભરૂચના ભાગમાંથી સામે આવી હતી.
ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ એક કોમ્પ્લેક્ષ ખાતે રાજ સ્કીન ક્લિનિકમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, ક્લિનિકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ઉપસ્થિત લોકોએ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી.
આગ લાગવાની ઘટના અંગેની માહિતી મળતા ફાયરના કર્મીઓએ લાયબંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં જ કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Advertisement