Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેગામ ચોકડી વિસ્તારમાં કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દહેગામના માજી સરપંચનું મોત

Share

ભરૂચ જિલ્લાના બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ ગામના માજી સરપંચ અને ભરૂચ જિલ્લા કોંગેસ સમિતિના અગ્રણી નેતા એવા ઇલ્યાસભાઈ પટેલ ગતરોજ પોતાના ગામ દહેગામથી મોપેડ લઈ જંબુસર બાયપાસ ચોકડી તરફ આવી રહ્યા હતા.

દરમ્યાન દહેગામ ચોકડી પાસે જ તેઓની પાછળથી આવેલ એક કન્ટેનરના ચાલકે મોપેડને ટક્કર મારી પાછળનું વ્હીલ અથાડી અકસ્માત સર્જતા મોપેડ સવાર ઇલ્યાસભાઈ જમીન ઉપર પટકાયા હતાં અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ઈજાગ્રસ્ત ઇલ્યાસ ભાઈએ સારવાર મળે પહેલા જ ઘટના સ્થળ ઉપર દમ તોડી દીધો હતો.

ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા જામ્યા હતા તો બીજી તરફ પોલીસે પણ સ્થળ ઉપર દોડી જઈ ટ્રેલરના ચાલકની ધરપકડ કરી સમગ્ર મામલે ગુનો નોંધી મામલે વધુ તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : જી. આઈ. ડી. સી. સ્થિત ઝાયડસ કંપની પાસેની કાંસનાં કેમિકલયુક્ત પાણીમાં પશુઓ આરામ કરતા ચડયા નજરે.

ProudOfGujarat

CBSE બોર્ડે ધો.10-12 ની પરીક્ષા પહેલા કર્યા મોટા ફેરફાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!