નેચરલ ફામિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ(NPOP) અંર્તગત આજરોજ બાબા સાહેબ આંબેક્ટર ભવન ખાતે વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ- સેવકો વગેરે સ્ટાફની આઈસીએચની એક દીવસીય તાલીમ યોજાઈ હતી.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ થાય વધે અને ગ્રાઉન્ડ ફલોર પર પ્રાકૃતિક ખેતીનું અસરકારક પરિણામ ઉભું થાય તેમજ આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી અંર્તગત થઈ રહેલા આમૂલ પરિવર્તન સાથે ફાર્મ ડાયરીની નોંધ આધારિત ખેતી માટે આજરોજ જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રમોટર અને ટ્રેનર પ્રવિણ માંડાણીએ પ્રાકૃતિક ખેતી, ફાર્મ ડાયરી વિશે વિસ્તૃત માહિતી આપી દીશાસૂચનો કર્યો હતા. જેમાં એપેક્ષના ધારાધોરણો, NPOR ના ધારાધોરણ, એરડા તેમજ ગોપકા જેવી એજન્સીની કાર્યપધ્ધતીની જાણકારી આપી સૂક્ષ્મ દીશાસૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Advertisement