Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાની ઓચ્છણ ચોકડી પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બે લોકો ઇજાગ્રસ્ત

Share

વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વળાંક પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે વળાંક પાસે સ્પીડ બ્રેકર મુકવા અંગે માંગ ઉભી થઇ રહી છે. તાજેતરમાં પણ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડીના ચાલકે બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગ કરતા બાઇકને ફંગોળી હતી આ બનાવમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાગરા તાલુકાના ઓચ્છણ ગામમાંથી બહાર નીકળતા બાઈક સવાર બે ઇસમોને બોલેરોના ચાલકે અડફેટમાં લીધા હતા. જોકે આ બનાવમાં બોલેરો સહિત બાઈક પણ રોડની સાઈડમાં કાંસમાં ખાબકી હતી, હાલ આ બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થવા પામી નથી. આ બનાવની જાણ વાયુવેગે ફેલાઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Advertisement

નઈમ દિવાન-વાગરા


Share

Related posts

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા

ProudOfGujarat

આણંદ પાસે અંગાડી સ્ટેશને ટ્રેન રોકી લૂંટ કરનાર 2 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!