ભરૂચ જિલ્લામાં એસ.ટી વિભાગની કામગીરી સામે અવારનવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, જિલ્લા માં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસો અનિયમિત હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, તો વિધાર્થીઓ પણ બસની અનિયમિતતાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, થોડા દિવસ અગાઉ પાલેજથી આવતી બસમાં વિધાર્થીઓ ઘેટાં બકરાની જેમ મુસાફરી કરતા નજરે પડ્યા હતા તો હવે વાંસી ગામ ખાતે બસની અનિયમિત્તા વિધાર્થીઓની મુંજવણમાં વધારો કર્યો છે.
આજરોજ ભરૂચ જિલ્લાના વાંસી ગામના વિદ્યાર્થીઓ તેમજ સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, વિધાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ભરૂચથી વાંસી આવતી એસ.ટી બસ રેગ્યુલર આવતી નથી, જેના કારણે કરમાડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50 થી વધુ વિદ્યાર્થી ઓને અગવડતા ઉભી થાય છે.
હાલ વાંસી ગામના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓના ગામ તરફ આવતી જતી બસો રેગ્યુલર થાય તે પ્રકારની માંગ કરી છે.