ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવી રહ્યા છે, તેવામાં નબીપુર પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે લુવારા ગામે નવી નગરી સામે બાવડની આડમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા, દરમ્યાન પત્તા પાના વડે જુગાર રમતા (1) મહેશભાઈ ભગવતીભાઈ વસાવા રહે, લુવારા ગામ, (2) કિરીટભાઈ ગણેશભાઈ વસાવા રહે, લુવારા ગામ (3) કિશનભાઈ નાગજીભાઈ વસાવા રહે, લુવારા ગામ (4) યોગેશભાઈ પ્રવીણ ભાઈ વસાવા રહે, લુવારા ગામ (5) હસમુખભાઈ કાંતી ભાઈ વસાવા રહે, લુવારા ગામ (6) અક્ષયભાઈ જગદીશભાઈ વસાવા રહે, લુવારા ગામ તેમજ (7) જગદીશભાઈ ચંદુભાઈ વસાવા રહે, લુવારા ગામ નાઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સમગ્ર મામલે દાવ પરના રોકડા રૂપિયા સહિત કુલ 33,250 નો મુદ્દામાલ કબ્જે કરી તમને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.