Proud of Gujarat
FeaturedGujaratINDIA

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા નજીકનાં ટાઉનમાં ભરૂચના મનુબર ગામના યુવાનની હત્યા, સ્વજનોમાં માતમનો માહોલ

Share

દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે. આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ભરૂચના યુવાએ જીવ ગુમાવ્યો છે.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા નજીકના એક ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી. બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિક કે જેમની કાર સાથે ગુજરાતી યુવાન આસિફભાઈ લિયાક્તની કારની ટક્કર થઈ હતી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.

Advertisement

સ્થાનિકોના વાહન સાથે અકસ્માતની સામાન્ય ઘટનામાં સ્થાનિક યુવાનો ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સ્થાનિક અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી. તકરાર દરમિયાન ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્તને છરીના ઘા ઝીકી દેવતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા જેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં ભારતીય યુવાનો સમયાંતરે હુમલાનો શિકાર બનતા રહે છે. નજીવી બાબતે અને કેટલીકવાર નિષ્કારણ આ હુમલાઓમાં જીવ ગુમાવે છે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન વધતી ભારતીયો ઉપર હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.


Share

Related posts

આજે બુધવાર અને એકાદશીનો યોગ: ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની પરંપરા

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં મજૂર વર્ગને તેલનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વલસાડ જીલ્લામાંથી ઉઠાંતરી કરેલ 3 બુલેટ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!