ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં શરાબ,ગાંજા બાદ હવે ડ્રગ્સનું નેટવર્ક પણ ચાલુ વર્ષમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, તેવામાં વધુ એકવાર ડ્રગ્સના જથ્થા સાથે એક પુરુષ તથા એક માહિલા આરોપી ઝડપાઇ જતા ભારે ખળભળાટ મચ્યો છે.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.વી.પાણમીયા તથા પો.ઇન્સ. એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કાર્યરત કરતા બાતમીદારથી મળેલ બાતમી આધારે આરોપી મો.સલીમ ઉર્ફે જીન્ડો ગુલામનબી શેખ તથા સબીનાબાનુ w/o મો સલીમ ઉર્ફે જીન્ડો ગુલામનબી શેખ બન્ને રહે. કાનુગાવાડ કતોપોર બજાર ભરૂચને ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે લાવનાર છે જે બાતમી આધારે રેઇડ કરતા આરોપી પાસેથી બીનઅધિકૃત રીતે વગર પાસપરમીટે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) કુલ-૧૪ ગ્રામ ૭૧ મીલીગ્રામ કિ.રૂ.૧,૪૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ નબીપુર પો.સ્ટે માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જયારે આરોપી મોહમદ અતિક રહે. સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ બનાવમાં એસ.ઓ.જી એ મેફોડ્રોન નશીલા દ્રવ્ય ઉપરાંત સોના ચાંદીના દાગીના, રોકડા નાણાં, ફોરવ્હીલ અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૨,૦૬,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે વધુ તપાસ પોલીસ કરી રહી છે.