નેત્રંગ તાલુકાનાં બે અલગ અલગ સ્થળોએથી પોલીસે શ્રવણિયો જુગાર રમતા ત્રણ મહિલા સહિત 11 જુગારીયાઓને કુલ 40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ગામના ગિરધર નગરમાં રહેતી મહિલા રંજનબેન વસાવાના ઘરમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ સ્થળ પરથી રોકડા 15 હજાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ 39,000 થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા જુગારી વિરલ સોમા વસાવા, મનીષ મોહન વસાવા, ઇન્દ્રવદન ભયલાલ રાવળ, અજયા નગીન રાઠવા અને ઉર્મિલાબેન વસાવા, સરસ્વતીબેન વસાવા તેમજ મુખ્ય જુગારી રંજન વસાવાને ઝડપી પાડી હતી.
જ્યારે બીજા સ્થળે બાતમીના આધારે ઝરણાવાડી ગામની નવી વસાહતમાં આવેલ ભાથીજી મંદિરના ઓટલા ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 1520 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા જુગારી શ્રીકાંત કુંવરજી વસાવા,જિગ્નેશ વસાવા અને કૌશિક વસાવા તેમજ રાજેશ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો.