Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુનેગારોમાં ફફડાટ – ભરૂચ જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, 200 થી વધુ મામલાઓમાં કરાઈ કાર્યવાહી

Share

ફેસ્ટિવલ સીઝનની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડીયા, પાનોલી સહીત GIDC વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ફેસ્ટિવલ સીઝનની શરૂઆત સાથે ભરૂચ પોલીસને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ શ્રેણીમાં પોલીસ વડાએ 28 ઓગસ્ટ 2023 સોમવારની રાતથી આજે 29 ઓગસ્ટ 2023 ની વહેલી સવાર સુધી મેગા કોમ્બિંગ માટે સૂચના આપી હતી.

ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ એ ચૌધરી સહીત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયગાળામાં ભરૂચ પોલીસે બીજીવાર મેગા કોમ્બીન્ગનું આયોજન કર્યું હતું.

Advertisement

– 200 થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તરફ પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 7 અલગ – અલગ વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 200 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 1 બોગસ તબીબ પણ ઝડપાયો હતો જયારે દારૂ અને જાહેરનામાભંગના ગુના દાખલ કરાયા છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાના માર્ગદર્શન મુજબ કોમ્બિંગ હાથ ધરાયુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લો ઔદ્યોગિક દ્રષ્ટીએ ખુબ જ મોટો અને મોટી સંખ્યામાં જી.આઇ.ડી.સી. ધરાવતો હોવાથી આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી કોમ્બિંગના આદેશ કરાયા હતા.

– કોમ્બિંગમાં 50 થી વધુ અધિકારી અને 225 પોલીસકર્મીઓ જોડાયા

નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર અને જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે.વિસ્તાર પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે મુદ્દાઓસર કોમ્બીંગનું આયોજન કરાવામાં આવ્યું હતું.

આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, ઉપરોક્ત જણાવેલ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી-૨૪, પો.સ.ઇ-૨૧ તથા ૨૨૫ જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયા હતા.


Share

Related posts

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો..

ProudOfGujarat

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં બે ના ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!