Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

Share

-દાવેદારોની લિસ્ટમાં શેરખાને એન્ટ્રી લીધી

આગામી સમયમાં 2024 ના વર્ષે દરમ્યાન લોકસભા ચૂંટણી આવનાર છે, તે પહેલા દેશમાં રાજકીય માહોલ પણ જોવા મળી રહ્યો છે, એક તરફ NDA તો બીજી તરફ તેની સામે I. N. D. I. A નામનું ગઠબંધન થયું છે, NDA ના ચહેરામાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેઓ 2024 ની લોકસભા ચૂંટણીમાં ફરી NDA ની સરકાર બનાવી જીતની હેટ્રીક કરવાની તૈયારીઓમાં છે તો બીજી તરફ મોદીના વિજય રથને રોકવા અને 2024 ની લોકસભા ચૂંટણીમાં તેઓને મ્હાત આપવા માટે વિપક્ષ પણ અત્યારથી જ રણનીતિઓ ઘડી ચૂક્યું છે.

Advertisement

I. N. D. I. A નામક ગઠબંધન બન્યા બાદ પ્રથમ લોકસભા બેઠક ગુજરાતના ભરૂચની સતત ચર્ચામાં આવી છે, આ બેઠક ઉપર વર્તમાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ઇન્ડિયા ગઠબંધન વતી ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા તૈયારી બતાડી હતી તો બીજી તરફ અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલે પણ પોતાની દાવેદારી કરી હતી અને તેઓએ લોકસભા ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ચૈતર વસાવા, મુમતાઝ પટેલની દાવેદારી વચ્ચે હવે શેરખાને ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે, ભરૂચ જિલ્લાના નેત્રંગના વતની અને જિલ્લા કોંગ્રેસના અગ્રણી નેતા શેરખાન પઠાન પણ આગામી લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન વતી ભરૂચ બેઠક પરની ટિકિટ તેઓના ફાળે જાય તેવી લોબિંગમાં લાગ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

ગત 2019 ની ભરૂચ બેઠક પરની લોકસભાની ચૂંટણીમાં શેરખાન પઠાન ઉમેદવારી કરી ચુક્યા છે જોકે જે તે સમયે બેઠક પર મનસુખભાઇ વસાવા સામે તેઓનો પરાજય થયો હતો, ત્યારે વાતો સામે આવી હતી કે શેરખાનને તે વખતની ચૂંટણીમાં તૈયારી માટે સમય ઓછો મળ્યો હતો પરંતુ આ વખતે તેઓ સક્ષમ અને ટિકિટ મળે તો મજબૂતાઈથી આ બેઠક ઉપર પરિણામ લાવી શકે છે તેવી ચર્ચાઓએ રાજકીય પંડિતોમાં જોર પકડ્યું છે.

હાલ ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પરથી દાવેદારી કરવા ધમાસાણ જામ્યું છે, તેવામાં હવે જોવું રહ્યું કે અત્યારથી જ શરૂ થયેલ આ રાજકીય જંગના મેદાનમાં કોના શિરે ટિકિટનો તાજ આવે છે તેવી બાબત તો આગામી સમયમાં જ સામે આવી શકે તેમ છે, જોકે એટલું અહીંયા કહી શકાય કે I.N.D.I. A ગઠબંધનમાં ટિકિટ વહેંચણીનો રાજકીય ગુંચવાણો અત્યારથી જ સર્જાતો શરૂ થયો હોય તેવી બાબતો એક બાદ એક વધતા જતા દાવેદારોના નામો બાદથી સામે આવતું દેખાઈ રહ્યું છે.


Share

Related posts

ઝઘડિયાના ખેડૂતના ખેતરમાં લાગેલ આગથી શેરડીના પાકને મોટું નુકશાન.

ProudOfGujarat

દરગાહ માં દર્શન કરવા ગયા અને મધ માખીઓ એ હુમલો કર્યો પરીવાર પર જાણો વધુ ભરૂચ માં ક્યાં બની આઘટના. EXCLUSIVE

ProudOfGujarat

રાજપારડી પંથકમાં વરસાદનું આગમન થતાં ગરમીમાં રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!