Proud of Gujarat
FeaturedGujaratINDIA

લ્યો બોલો, અત્યાધુનિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના વીજળી ડૂલ થતા દર્દીઓને પડી હાલાકી

Share

ભરૂચ શહેરના મધ્યમાં આવેલ જનરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે ગત રાત્રીના સમયે અચાનક લાઈટ ડૂલ થઈ જતા અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો, સતત 30 મિનિટ ઉપરાંતના સમય દરમ્યાન હોસ્પિટલમાં વીજળી ડૂલ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી તો ડોક્ટર સહિતનો સ્ટાફ વીજળી વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા.

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગી કરણ બાદ અત્યાઆધુનિક રીતે ત્યાં દર્દીઓને સારવાર અપાતી હોવાના અનેકવાર દાવા સામે આવ્યા હતા, જ્યાં સમગ્ર જિલ્લામાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લઈ સાજા થવા માટે આવે છે તે જ સિવિલમાં જનરેટરનો પણ અભાવ ગત રાત્રીના સમયે ગયેલ લાઈટમાં જોવા મળ્યું હતું.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા છે તેમ છતાં રવિવારની રાત્રીના સમયે જનરેટર કેમ ન ચાલ્યું તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે, સતત 30 મિનિટ ઉપરાંતના સમય સુધી સિવિલ હોસ્પિટલમાં અંધારપટ છવાયેલો નજરે પડ્યો હતો તેવામાં આ પ્રકારની સર્જાતી સમસ્યા સામે સિવિલના કર્તા હર્તા ઓએ તપાસ કરવી પણ ખૂબ જ જરૂરી જણાય છે.


Share

Related posts

મંગળવારનું રાશિફળ : જાણો ક્યાં રાશિના જાતકોની ખુલશે કિસ્મત, તો ક્યાં રાશિના જાતકોને થશે નુકશાન.

ProudOfGujarat

નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) ખાતે રોબોટિક સર્જરીના તજજ્ઞ તબીબોની નેશનલ કોન્ફરન્સ RUFCON યોજાશે.

ProudOfGujarat

ગોધરાથી 1200 જેટલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા વિશેષ ટ્રેનમાં રવાના થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!