વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં શનિવારની રાત્રીએ 9 ફૂટ લાંબો મગર ગામના પાદરમાં આવી જતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા.વન વિભાગ તથા એનજીઓ સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી મગરને ઝડપી પડાયો હતો.
ભરૂચ જિલ્લામાં મગર ગામમાં આવી જવાના બનાવો બનતા રહે છે.વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં શનિવારે રાત્રીના ગામના પાદરમાં 9 ફૂટ લાંબો મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં દોડધામ મચી જવા પામી હતી.મગર અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા તેવો અને એનજીઓની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી ગ્રામજનોના સહયોગથી રેસ્ક્યુ કરી મગર ને સલામત રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા મગરને વન વિભાગની ટિમ દ્વારા કેવડિયા ડેમ ખાતે મુક્ત કરવાની કવાયત હાથ ધરી છે.મગર ઝડપાયાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા લોક ટોળા મગરને જોવા ઉમટી પડયા હતા.
Advertisement