વાગરા તાલુકામાં આવેલ ગેઇલ કંપનીમાં દીપડો જણાતા ભયની લાગણી ફેલાઈ છે. જૉકે તેને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ, લી -ગાંધાર ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ડાયરેકટ અને કોન્ટ્રાકટ પ્રથામાં કર્મચારીઓ ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે જેમાંથી મોટા ભાગના નજીકના વિસ્તારોના વતની પણ છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં કંપનીના પ્લાન્ટ પરિસરમાં એક દીપડો ઘણી વખત જોવા મળે છે. આ દીપડો રસ્તા પર જોવા મળે છે. આ બાબત પ્લાન્ટ કર્મચારીઓના જીવન માટે અત્યંત ભયજનક છે તેથી સંદર્ભે કંપનીએ આ અંગેની જાણ ફોરેસ્ટ ઓફિસ આમોદને કરી છે. આમોદ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન મુજબ દીપડાના સંભવિત માર્ગો પાસે મારણ સાથે બે પાજરા મુકવામાં આવ્યા છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને, તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ પણ મુકવામાં આવે તે જરૂરી છે જેથી માનવ જીવનને કોઈ નુક્શાન ન થાય એમ કંપનીના સૂત્રોએ જણાવેલ છે.