Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પે આઉટમાં વધારાની માંગ સાથે ઝોમેટો રાઇડર્સ હડતાળ ઉપર ઉતર્યા

Share

ભરૂચમાં ઝોમેટોના ડિલિવરી બોયઝના પે આઉટમાં કંપની દ્વારા ઘટાડો કરવામાં આવતા 50 થી વધુ કર્મચારીઓએ અચાનક હડતાળ ઉપર ઉતરી પડતાં ઓનલાઈન ઓર્ડર અટવાઈ પડયા હતા. ભરૂચ શહેરમાં ઓનલાઈન ફ્રૂડ ડિલિવરી કરતાં ઝોમેટોના કર્મચારીઓએ આજે શનિવારે ભરૂચની કોલેજ રોડ ઉપર સર્વોદય હોટલ પાસે 50 થી વધુ ડિલિવરી બોયઝ હડતાળ ઉપર ઉતરી પડ્યા હતા. કર્મચારીઓએ કંપનીના ટીએલ દ્વારા પે આઉટ ઓછું કરી દીધું હોવા સાથે ડિલિવરી ચાર્જ કરતાં પણ ઓછા રૂપિયા ચૂકવાતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પહેલા 20 ઓર્ડર ઉપર 1 હજારને બદલે પે આઉટમાં ઘટાડો થતાં હાલમાં 500 રૂપિયા કરવામાં આવ્યા હોવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેને પગલે પેટ્રોલ અને વાહનના મેન્ટેનન્સ સાથે ઘર ખર્ચ સામે ખૂબ ઓછા હોવાનું જણાવી વહેલી તકે કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

ખેડામાં એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે નાં મોત, એક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!