Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

Share

આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ખુબ આવકારદાયક કાર્ય કરવામાં આવ્યુ હતુ. સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલના સ્ટાફને રક્ષાબંધન કરવામાં આવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. સમાજના કેટલાય ભાઇઓ દિન-રાત સમાજનું રક્ષણ કરવાના હેતુથી સેવારત હોય છે. ૨૪ કલાક કાર્યરત રહેતા ડોકટરો પણ પોતાની સેવા અને ફરજ દ્વારા સમાજનું રક્ષણ કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે. ત્યારે આત્મીય ગ્રીન સ્કૂલ, ઝાડેશ્વરની વિધાર્થીનઓ દ્વારા આજરોજ ભરૂચની સીવીલ હોસ્પિટલનાં કર્મનિષ્ઠ ડોકટરોને રક્ષા બાંધી તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. દિન-રાત સતત પોતાની સેવામાં વ્યસ્ત આ ડોકટરો સમાજ માટે ખૂબ જ ઉમદા કાર્ય કરતા હોય તેમના રક્ષણની ભાવના સાથે આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયાએ માર્ગદર્શન આપ્યુ હતુ.

Advertisement

Share

Related posts

છોટા ઉદેપુર ખાતે ઉજવાતો હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનું ત્રિ દિવસીય ઉર્સ મેળો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. 

ProudOfGujarat

મોડાસા લાયન્સ ક્લબ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!