Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બસ ડેપો પર વિદ્યાર્થીઓનો હોબાળો, બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરવા મજબુર, મામલે કરાઈ રજુઆત

Share

ભરૂચ જિલ્લાના પાલેજથી વાયા ઝંઘાર, નબીપુર થઈ ભરૂચ ખાતે એસ.ટી બસ મારફતે અભ્યાસ કરવા આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે, વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે સવારે પાલેજ ખાતે આવતી એસ.ટી બસમાં 56 લોકોની બેસવાની વ્યવસ્થા હોય છે જે બસમાં ડ્રાઇવર અને કન્ડકટર 100 થી વધુ મુસાફરોને જોખમી રીતે બેસાડતા હોય છે.

એસ.ટી બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોવાના કારણે બસમાં ખીચોખીચ હાલતમાં ઉભા રહી ભરૂચ અભ્યાસ માટે આવવું પડે છે, જે બાબતની અવારનવાર એસ.ટી બસ ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં તેઓની આ સમસ્યાનો કોઈ ઉકેલ આજદિન સુધી આવ્યો ન હતો.

Advertisement

આખરે આજરોજ વિધાર્થીઓએ ભરૂચના નવ નિર્માણ પામેલ બસ ટ્રમિનલ ડેપો ખાતે ડેપો મેનેજર સમક્ષ હોબાળો મચવ્યો હતો અને આ રૂટ ઉપર બસોની ફાળવણી કરવા માંગ કરી તેઓને લેખિતમાં રજુઆત કરાઈ હતી.


Share

Related posts

ભરૂચ : સિતપોણ ગામ ખાતેથી સગીર કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર નાસતો ફરતો આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : સાયબર ક્રાઇમનાં જુદા જુદા નાણાકીય છેતરપિંડીનાં કિસ્સામાં રૂ.29,900 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં દેશી ગાય માટે નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતીની કીટ સહાય માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે, ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં જરૂરી પુરાવાઓ સાથે અરજીની નકલ જમા કરાવવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!