ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાખોરીને ડામવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં શહેરના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોક દરબારમાં ઉપસ્થિત સ્થાનિકોએ શહેરમાં થતા ટ્રાફિક રિલેટેડ તેમજ નશાના વેપલાઓ બંધ કરાવા સહિત વિવિધ મુદ્દે પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ રજૂઆતોને સાંભળી ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
આ વેળાએ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, DYSP, બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ સ્ટાફ, નગર સેવકો, શાંતિ સમિતિના સભ્યો, સ્થાનિક આગેવાનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.
Advertisement