Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નવી નગરીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

ભરૂચ જિલ્લાના પાલેજ હાઇવેને અડીને આવેલી નવી નગરીમાંથી પાલેજ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈ સ્ટાફ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પાલેજ નવીનગરીમાં રહેતા મનોજ સોમા ઠાકોરના ઘરે પાડી રેઇડ કરતા રહેણાંક ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યાએ લાકડા અને કંતાનની આડમાથી સંતાડી રાખેલ ત્રૈકાના વગર પાસ પરમોટનાં ખાખી કલરના બોક્ષ નંગ-ર માથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 750 ML ROYAL CHALLENGE.તેનો FINE RESERVE WHISKY FOR SAL IN PUNJAB ONLY ની કાચની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૧૨૦૦૦/- તથા ખાખી કલરનાં બોક્ષ નગ-૩ માંથી 750 M ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY. PRODUCE OF INDIA નો કાચની બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૮ હજાર કરતા વધુ તથા સફેદ કલરના બોક્ષ નંગ-૭ માંથી 180 ML નાં RM રાજસ્થાન નિર્મિત દારૂ ROYAL Classic Whisky FOR SALE IN RAJASTHAN ONLY નો પાઉય નંગ-૩૩૬ કિ.રૂ.૩૩૬૦૦ મળી કુલ કિં.રૂ.૬૩,૬૦૦/- નાં મત્તાની મુદ્દામાલ ભરૂચનાં ચાર્સીન મેમણ નાઓ પાસેથી મંગાવી વેચાણ કરવાના ઇરાદે રાખી પોલીસ પંચોની રેઇડ દરમ્યાન પકડાઈ જઈ તથા સહ આરોપી ભરૂચનાં યાસીન મેમણ હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પાલેજ પોલિસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ ખાતે ખોડીયાર માતાજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

ProudOfGujarat

નડિયાદ પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે એજન્ડા કામોનો વિરોધ કર્યો.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીનું રીઝલ્ટ ના આવતા વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!