ભરૂચ તાલુકા પો.સ્ટે.ના અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને મોરબી જીલ્લા ખાતેથી ઝડપી પાડી ભોગબનનાર સગીર બાળાને પેરોલ ફર્લો સ્કોડ ભરૂચે છોડાવી હતી.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પો.સબ.ઇન્સ. વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમના માણસો આવા ફરારી કેદી તથા નાસતા-ફરતા આરોપી શોધી કાઢવા અંગે પ્રયાસો હાથ ધરેલ જે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી બાતમી મળેલ કે ભરૂચ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. 1 ૦૦૭૮૨૩ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અક્ષય મગનભાઇ રાઠોડ ઉ.વ.૨૩ ધંધો ખેત મજુરી રહે. કોરા, નવીનગરી તા જબુસર જી. ભરૂચ જે આરોપી હાલ ભોગ બનનાર સગીર બાળા સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વાડી વિસ્તારમાં ગુલામભાઇ હુશેનભાઇ શેરસીયાની વાડીમાં ખેત મજુરી કરી રહેતો હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે પો.સ.ઈ. વી.એ. રાણા તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તાત્કાલીક મોરબી જીલ્લા ખાતે પહોંચી જઈ ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને ગારીયા ગામની સીમમાંથી ઝડપી પાડી તેમજ ભોગ બનનાર સગીર બાળાને છોડાવી આજરોજ હસ્તગત કરવામા આવેલ છે અને આગળની કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે