ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, ખાસ કરી જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોમાં છાશવારે આગ ભભુકી ઉઠવાના બનાવો સામે આવતા હોય છે, તેવામાં વધુ એક બનાવ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાંથી ગત રાત્રીના સમયે સામે આવતા લાય બંબા દોડતા થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેબસન્સ કંપનીમાં મોડી રાત્રીના સમયે અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ બે જેટલાં લાય બંબા લઈ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી જહેમત બાદ તેના ઉપર કાબુ મેળવ્યો હતો.
જેબસન્સ કંપનીમાં આગ ક્યા કારણોસર લાગી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, જોકે આગના પગલે કંપનીમાં મોટી નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકો અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.