હાલ ડીઝીટલ યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, સોશિયલ મીડિયાના જમાનામાં યુવા વર્ગ મશગુલ બન્યો છે, કેટલાય લોકો સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરી રહ્યા છે તો કેટલાય ભેજાબાજ તત્વો તેનો દૂર ઉપયોગ કરી સાયબર ક્રાઇમને લગતી ગુનાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેવામાં ભરૂચની યુવતીના ફોટો એડિટિંગ કરી તેને બદનામ કરવાની કોશિશ કરનાર ઈસમને સાયબર ક્રાઇમ વિભાગે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની મહિલાના અજાણ્યા ઈસમે વોટ્સઅપ ઉપર ડમી એકાઉન્ટ બનાવી ફરિયાદી મહિલાના અન્ય ઈસમ સાથેના સબંધો હોવા બાબતના ખોટા મેસેજ વોટ્સઅપ ઉપર વાઇરલ કરી તેમજ ડમી વોટ્સઅપ એકાઉન્ટમાં મહિલાના ડ્રાઇવરના ફોટોનો દૂરપયોગ કરી ખોટું વોટ્સઅપ એકાઉન્ટ બનાવી તેના દ્વારા ફરિયાદી મહિલના પતિને મેસેજો મોકલી તેમજ ખોટા મેસેજ કરી બદનામ કરવા સાથે સોશિયલ મીડિયામાં એડિટિંગ કરેલ ફોટો વાઇરલ કરી બદનામ કરવાની બાબત અંગેનૉ ગુનો ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધવામાં આવ્યો હતો.
ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, જે તપાસ દરમ્યાન વડોદરા ખાતેથી સમગ્ર ગુનાનો આરોપી ઝડપાઈ ગયો હતો, સાયબર ક્રાઇમ બ્રાંચ વિભાગે વડોદરાના નેશનલ હાઇવે 8 ઝીલીયન સ્પર્શ દાવત હોટલ સામે રહેતા ચિંતન પ્રભુદાસ પટેલ નામના ઈસમની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.