Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ ભરૂચના બે બુટલેગરોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Share

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વોને ઝડપી પાડવા એક્શન મોડમાં હોય જે દરમ્યાન પીએસઆઇ આર કે ટોરાણી ગત રાત્રિના પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના ગુનાઓમાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી (૧)પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા રહે.ફાટા તળાવ વૈરાગી વાડ દશામાં મંદિર સામે ભરૂચ તા.જી. ભરૂચ (ર)મેહુલ ઉર્ફે વીલીયમસન બાબુભાઇ પરમાર રહે ૧૩૮૭ સુર્યનારાયણ સોસાયટી ભરૂચ તા.જી. ભરૂચને એલ.સી.બી ની ટીમે ઝડપી પાડયા છે. બંને આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર કોડ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પો.સ્ટે. તથા સી ડીવીઝન પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થાને બિલાડીની ટોપની જેમ બુટલેગરો સક્રિય થયા છે, ખાસ કરી દેશી અને વિદેશી દારૂની જાણે કે રેલમ છેલ જોવા મળતી હતી, કહેવાય છે કે ભરૂચમાં માંગો તે બ્રાન્ડનો દારૂ મળી જતો હતો જોકે છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગની સતત બુટલેગરો સામેની લાલ આંખે હવે નશાના વેપલો ધમધમાવતા તત્વોની ઊંઘ હરામ કરી છે અને તેઓને ઝડપી લઈ જેલાના સળીયા ગણતા કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરશે.

ProudOfGujarat

વડોદરામાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની નેમ પ્લેટ લગાવી ફરતી કારે દંપતીને અડફેટે લીધા, એકનું મોત, કારમાંથી મળી દારૂની બોટલ અને બિરયાની

ProudOfGujarat

લીંબડી કબીર આશ્રમ રોડ પર ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!