Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરામાં અંભેર ગામ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા

Share

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ એ આગામી શ્રાવણ માસના તહેવારો તથા શહેરોમાં ભરાતા મેળાઓને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપુર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવાઇ તે ઉદેશથી પ્રોહીબીશન/જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓને આધારે એ.કે.જાડેજા પો.સબ.ઇન્સ વાગરા પો.સ્ટે. ના માર્ગદર્શન મુજબ શકુંનીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે વાગરા પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે અંભેર ગામથી ગોલાદરા ગામ તરફ જવાના રોડ પર આવેલ નાળા પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા ત્રણ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી તેઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના મળી કુલ રોકડા રૂપીયા.૨૫,૮૭૦/- નો મુદ્દામાલ કબજે કરી મુકેશભાઇ ભાયલાલભાઇ વસાવા ઉ.વ.૪૪ રહે,ઓચ્છણ, ઑડ ફળીયુ તા.વાગરા તેમજ ઇશ્વરભાઇ પ્રભુભાઇ રાઠોડ ઉ.વ.૫૭ રહે.અંભેર, મહાદેવ ફળીયુ તા.વાગરા તથા રાજેશભાઇ જંચતીભાઇ સોલંકી ઉ.વ.૩૮ રહે.અંભેર, નવીનગરી, તા.વાગરા જી.ભરૂચ નાઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ડાહ્યાભાઇ ગોહિલ રહે.મુલેર, તા.વાગરા અને “ડોકટર” તરીકે ઓળખાતા પણીયાદરા તા.વાગરા જી.ભરૂચના અજાણ્યા શખ્શને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસે કર્યા સંગઠનમાં ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની કરી નિમણૂક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!