Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

Share

હિન્દુ ધર્મમાં અધિક માસ અને શ્રાવણ માસનો વિશેષ મહત્વ રહેલું છે આ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ આમ બે મહિના હિન્દુ ધર્મના ભાઈ બહેનો દ્વારા આ બે માસ દરમિયાન વિવિધ પૂજન અર્ચન દાન પુણ્ય સહિતના કાર્યો કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે અધિક માસમાં અનેક મંદિરો ભક્તોથી ઉભરાઈ આવ્યા હતા. આજરોજ અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ના નર્મદા ઘાટ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો નર્મદા સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા સાથે જ નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી દાન પુણ્યનો પણ અનેરો મહિમા રહ્યો છે

અધિક માસ અને હવે આવતીકાલથી શરૂ થતો શ્રાવણ માસમાં સમગ્ર ગુજરાત ભરમાંથી આવતા પ્રવાસીઓ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે હાલ નર્મદા નદીમાં મગરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને નદીના પાણી પણ ઘણા ઊંડા હોવાથી પ્રશાસન તંત્ર દ્વારા અહીંયા યોગ્ય બંદોબસ્ત ગોઠવી મગરથી સાવચેતીના બેનરો લગાવ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

ProudOfGujarat

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી 25 કામદારો દાઝયાં, 20 કીમી સુધી ધડાકો અનુભવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!