ભરૂચ-અંકલેશ્વરમાં વસેલા પારસી પરિવારો બુધવારે પવિત્ર તહેવાર પતેતી સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભકામના પાઠવી ઉમંગભેર ઉજવણી કરી હતી. શહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને નવરોઝ મુબારકની શુભકામના પાઠવી હતી.
પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતી. તેઓ આ દિવસે ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માને છે. પારસીઓએ પોતાના ઘર અને આતશબેહરમનાં આંગણમાં સાથીયા અને આસોપાલવનાં તોરણથી શણગાર કરે છે. ભરૂચમાં વેજલપુર, પારસીવાડ અને કોટ પારસીવાડ આવેલી ચાર અગિયારીઓમાં વહેલી સવારે પારસી સમાજ ઉમટી પડયો હતો. મિત્રો અને સ્વજનોને નવરોઝ મુબારક કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. શહેરના આગેવાનોએ બંબાખાના વિસ્તારમાં આવેલા સ્વ.શ્યામ શેઠના નિવાસ સ્થાને મીનુ શેઠના, એરિક શેઠનાના પરિવારની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે અંકલેશ્વરમાં પણ વેપાર અર્થે ઈરાનથી ભારતના સંજાણ બંદરે આવી દૂધમાં સાકરની જેમ ભારતીય સંસ્કૃતિની જેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી જનાર પારસી સમાજ દ્વારા પતેતી નિમિત્તે તેમના નવા વર્ષની ઉજવણી કરી હતી. અંકલેશ્વરમાં વસતા પારસી પરિવારો સવારથી જ ભરૂચી નાકા ખાતે આવેલી અગિયારીમાં પુજા કરી હતી.