ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની દુનિયાને ડામવા અને દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ પર લગામ લગાવવા માટે નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સ્થળે પોલીસ વિભાગો દ્વારા દરોડા પાડી અસામાજિક પ્રવુતિઓ તેમજ દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ કરતા તત્વોને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, તેવામાં ગણતરીના કલાકો માં જ ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસ વિભાગની ટિમોએ જિલ્લાના વિવિધ સ્થળે દરોડા પાડી 17 થી વધુ જુગારીઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફાફડાટનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝઘડિયાના ખરચી ગામમાં આવેલ સ્મશાન વગામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈસમોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડી હજારોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડામાં (1) સુખદેવભાઈ રામભાઈ વસાવા રહે, ખરચી ગામ ઝઘડિયા (2) ઠાકોર ભુદર ભાઈ પટેલ રહે,ખરચી ગામ ઝઘડિયા (3) વિરલભાઈ ચંદુભાઈ પટેલ રહે, ખરચી ઝઘડિયા (4) ગુમાનભાઈ નાગજીભાઈ પટેલ રહે, ખરચી ઝઘડિયા તેમજ (5) વિક્રમભાઈ રામજીભાઈ વસાવા રહે,ખરચી ઝઘડિયા નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિત 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના અન્ય એક દરોડામાં રાજપારડી વિસ્તારના ખડોલી ગામમાં આવેલ લાંબી ટેકરી ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં જુગાર રમતા (1) ઈરફાનભાઈ બચુશા દીવાન રહે, રાજપારડી, ઝઘડિયા તેમજ (2) તૌસીફભાઈ સલીમ ભાઈ મલેક રહે, સુલતાનપુર ઝઘડિયા નાઓને ઝડપી રોકડા રકમ સહિત કુલ 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા પાડવામાં આવેલ ત્રીજા એક દરોડામાં ભરૂચના તવરા ગામની સીમમાં પત્તા પાના વડે જુગાર રમતા જુગારીઓને વાહનો તેમજ રોકડા રકમ સાથે ઝડપી પાડ્યા હતા, જેમાં (1) મહેશભાઈ ભઈલાલ માછી રહે, ઝનોર ટેકરા ફળિયું ભરૂચ (2) જીતેશભાઇ પરષોત્તમ ભાઈ માછી રહે, ઝનોર ટાંકી ફળિયું ભરૂચ તેમજ (3) અશોકભાઈ દેવજીભાઈ માછી રહે, ઝનોર હનુમાન ફળિયું ભરૂચ નાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા સાથે અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી મામલે રોકડ રૂપિયા વાહનો સહિત કુલ 1,02,950 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ફફડાટનો માહોલ છવાયો હતો.
તો બીજી તરફ જંબુસર પોલીસના કર્મીઓએ અણખી કેનાલ પાસેથી જુગાર રમતા કુલ 7 ઈસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા, જંબુસર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અણખી કેનાલ પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (1) ઈરફાન બેગ હબીબ બેગ મિરઝા રહે,ખારાકુવા મસ્જિદ જંબુસર (2) સોએબભાઈ દાઉદ ભાઈ ખીલજી રહે, ફિરદૌસ નગર જંબુસર (3) સોહેલ મહંમદ મુસા પટેલ રહે, પાંચ હાટડી લીમડો જંબુસર (4) તૌસીફ કાલુ મુર્તુજા શેખ રહે, તલાવપુરા જંબુસર (5) જાવિદ વલીભાઈ વોરા રહે, વોરાવાડ પાદરા (6) વિશાલ ગોપીભાઈ સોલંકી રહે, દિનદયાલ નગર ગોત્રી, વડોદરા તેમજ (7) મોહંમદ સઇદ અલ્લારખા મલેક રહે,જાની ફળિયું જંબુસર નાઓને ઝડપી પાડી તમામ પાસેથી દાવ પરની રોકડા રકમ સહિત કુલ 56 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવતા જુગારી તત્વોમાં ભારે ફાફડાટનો માહોલ છવાયો હતો.